તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 3 માસમાં 31411 ક્વિન્ટલ ધાણાની આવક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઇ રહી છે. એક મહિનામાં 10 હજારથી વધુ ક્વીન્ટલની આવક થઇ રી છે. યાર્ડના શેડમાં જણસીના થપ્પા લાગી ગયા છે. યાર્ડમાં ધાણા, જીરૂ, ચણા અને ચોળીની મબલખ આવક થઇ રહી છે. સારા વરસાદને કારણે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું. બાદમાં ખેડૂતોએ શિયાળુ વાવેતરમાં ધાણા, ધીરૂ અને ચણા સહિતના પાકનું વાવેતર કર્યુ હતું. શિયાળુ પાકનું સારૂ ઉત્પાદનને લઇને જૂનાગઢ જિલ્લામાં ધાણાનું મબલખ ઉત્પાદન થયું છે. ધાણાના સારા ઉત્પાદનને લઇને યાર્ડમાં વાહનો ભરાઇને ધાણાની આવક થઇ રહી છે. યાર્ડમાં ડીસેમ્બર મહિનાથી જ ધાણાની આવક શરૂ થઇ ગઇ છે. યાર્ડના શેડમાં ધાણાની જણસીના થપ્પા લાગી ગયા છે. એક મહિનામાં 10 હજારથી વધુ ક્વીન્ટલની આવક થઇ રહી છે. દર મહિને ધાણાની આવક વધતા ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં 10497 ક્વીન્ટલના ભાવ 5686 હતા તે ઘટીને ફેબ્રુઆરી મહિનામાં ભાવ 5138 થઇ ગયો છે.

ધાણાની આવક વધતા ભાવ ઘટ્યા, ખેડુતોને આર્થિક નુકસાની

અન્ય સમાચારો પણ છે...