તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1500 મીટર દોડમાં જૂનાગઢનાં 67 વર્ષના વૃદ્ધે દોડ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | કમિશનર યુવા સેવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ સંચાલિત અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી દ્વારા સુભાષ એકેડેમી ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના 67 વર્ષીય દિનેશભાઇ જોષીપુરાએ 400 અને 800 મીટર દોડમાં દ્રિતીય અને 1500 મીટર દોડમાં તૃતીયા સ્થાન મેળવી નાગર જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ હતું.

વોર્ડ નં-17માં શહીદો માટે ફંડ એકઠંુ કરાયું
જૂનાગઢ | શહેરના વોર્ડ નં-17 મધુરમ વિસ્તારમાં સ્ટોલ ઉભો કરી શહીદો માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. સવારના 8 થી રાત્રીના 8 સુધી એકત્ર થયેલ ફંડ કલેક્ટર મારફતે અપાશે. આ તકે કોર્પોરેટર ધરમણ ડાંગર, વાલભાઇ આમછેડા, કાનાભાઇ ડાંગર, નયનાબેન સોલંકી, અશોકભાઇ પરમાર, કરશનભાઇ ચંદારાણા સહિતના હાજર રહ્યા હતા.

વંથલી તાલુકાનાં વાડલા આંગણવાડીમાં મધર, ટિચર્સ કોન્સેપ્ટ તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો
જૂનાગઢ | વંથલીના વાડલા ગામ ખાતે આવેલી આંગણવાડી ખાતે મધર અને ટિચર્સ કોન્સેપ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા સીડીપીઓ કંચનબેન પટોળીયા, ગામના મંત્રી પુજાબેન બાભણીયા, આશાવર્કર બહેન, ફેસીલીટર બહેન અને આંગણવાડીના બાળકોની માતા હાજર રહી હતી. તાલીમનું સંચાલન મીનાક્ષીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં બ્રહ્મ સમાજની મીટીંગ યોજાઇ
જૂનાગઢ | જૂનાગઢના ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભોગીભાઇ ભટ્ટ દ્વારા બ્રહ્મ સમાજની તમામ જ્ઞાતિ, બહ્મ સમાજના સંગઠનો, મહિલા મંડળો, અગ્રણીઓ અને પદાધિકારીઓ સાથે અેક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા આગામી નવા આયોજન વિષે ચર્ચા કરી હતી. આ તકે મેયર આદ્યાશક્તિ મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મનોજભાઇ જોષી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

જૂનાગઢના ખેલાડી બાસ્કેટ બોલમાં આંતરરાષ્ટ્રીય લેવલે પસંદગી, બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું
જૂનાગઢ| આબુધાબી યુનાઇટેડ સ્ટટ્સ ખાતે બાસ્કેટ બોલ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક વલ્ડ ગેમ્સનું આયોજન તા.14 થી 21 માર્ચ સુધી કરાયું છે જેમાં જૂનાગઢના વિનય વિષ્ણુપ્રસાદ રાજ્યગુરૂનું આંતરરાષ્ટ્રીય લેવલે પસંદગી થતા બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા જયદેવ જોશી, કાર્તિક ઠાકર, આશિષ રાવલે શુભેચ્છા પાઠવી હતી.

આદિતીનગરમાં બુદ્ધ વિહારનું લોકાર્પણ
જૂનાગઢ | ભક્તિધામ અદિતીનગર ખાતે સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા બુદ્ધ વિહાર તથા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી તા.3 માર્ચને રવિવારના રોજ બુધ્ધ વિહારના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન સાંજના 4 કલાકે રાખ્યું છે તેમજ 6 થી 8, સમૂહ ભોજન અને રાત્રીના 9 કલાકે ભીમ લોક ડાયરો જેમાં બહુજન સાહિત્યકાર વિશનભાઇ કાથડ દ્વારા ભીમગુણગાન રજૂ કરશે. આ કાર્યક્રમમાં સમાજના તમામ ભાઇઓ-બહનોને હાજર રહેવા પ્રમુખ નિખીલભાઇ ચૌહાણે જણાવ્યું છે.

જૂનાગઢનાં બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા 111 દીવડા પ્રગટાવી શહીદોને શ્રદ્વાંજલિ અર્પી
જૂનાગઢ | જૂનાગઢના જવાહર રોડ પર આવેલા બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા શહીદોને 111 દીવડા પ્રગટાવી શહીદોને શ્રદ્વાંજલી અાપવામાં આવી હતી. આ તકે અમીતભાઇ જોષી, રવિભાઇ જોષી, રામભાઇ ટાંક, જીતેન્દ્રભાઇ ટાંક, ભાવેશભાઇ કતકપરા હાજર રહ્યા હતા.

જૂનાગઢની કૃષ્ણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શહીદોને શ્રદ્વાંજલિ અાપવામાં આવી
જૂનાગઢ |જૂનાગઢની કૃષ્ણ વિદ્યા મંદિર સ્કુલ ખાતે પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વીર શહીદ જવાનોના ફોટોગ્રાફ રાખવામાં આવ્યા હતા અને હરદાસભાઇ વાઢેરે પુષ્પાંજલી અર્પણ કરી હતી તેમજ કૃષ્ણ વિદ્યા મંદિર અને અક્ષર છાત્રાલયના બાળકો અને સ્ટાફે મીણબત્તી અને દેશભક્તિના ગીત સાથે શહીદ જવાનોને શ્રદ્વાંજલી આપી હતી.

ડાન્સ કોમ્પિટીશનમાં સેકન્ડ રનરઅપ બની જૂનાગઢ લુહાર સમાજનું ગૌરવ વધાર્યુ
ઝાંઝરડાની પ્રાથમિક શાળાને સ્વચ્છતાનો એવોર્ડ સાથે 11 હજારના પુરસ્કારથી સન્માનિત
જૂનાગઢ | જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલી ઝાંઝરડા પ્રાથમિક શાળાને શિક્ષણાધિકારી એન.એમ.મકવાણાના હસ્તે સ્વચ્છતા એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે 11000 પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તેમ શાળાના આચાર્યે જણાવ્યું હતું.

કેશવ.કો.ઓ. ક્રેડીટ તથા આર.આર. સમર્પણ દ્વારા મહિલા માટે સીવણ કલાસનું ઉદ્દઘાટન
જૂનાગઢ | જૂનાગઢ કેશવ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. તથા આર આર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા શિવણ વર્ગ તથા અભ્યાસીકા વર્ગ લીલાબા ગ્રંથાલય કારડીયા રાજપુત કન્યા છાત્રાલય ખાતે શરૂ કરવામાં આવ્યા છે. ઉદ્દઘાટનમાં રંજનબેન ભટ્ટ, જયેશભાઇ ભરાડ અને નરેશભાઇ સાસીયા હાજર રહ્યા હતા.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

જૂનાગઢ શહેર માટે

jndbhaskar@gmail.com

9426487252 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

દિવ્ય ભાસ્કર ઓફિસ : પ્લોટ નં.106, જીઆઇડીસી-1, ઇગલ મંદિરની સામે, એસબીઆઇની શેરી, દોલતપરા જૂનાગઢ.

જૂનાગઢ| તાજેતરમાં બરોડા ખાતે ફેસ ઓફ ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ હતી. આ સ્પર્ધામાં જૂનાગઢની મૌલીક સ્કુલના ધો.5ના ઝીલકા પ્રયાગ ગૌરાંગભાઇએ સેકન્ડ રનરઅપ બની મૌલીક સ્કુલ તેમજ લુહાર સમાજનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો