તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં બહેનોને સિલાઇ મશીન આપી મા આદ્યશક્તિની આરાધના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેનોના ઉત્કર્ષ અને પગભર બનાવવા માટે કાર્યરત જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ગણેશ મહોત્સવની જેમ નવરાત્રીના નવ દિવસ દરમિયાન જરૂરીયાતમંદ અને વિધવા બહેનોને દાતાઓના સહયોગથી સિલાઇ મશીન આપી માં આદ્યશક્તિની અનેરી આરાધના કરાશે.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા દરેક જાહેર પ્રસંગોને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. આ પ્રણાલી અનુસાર આ વખતે નવરાત્રીમાં નવ દિવસ દરરોજ એક બહેનને સિલાઇ મશીનરૂપે રોજગારીનું માધ્યમ અર્પણ કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા પ્રિતીબેન વઘાસીયા અને સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 4300 થી વધુ બહેનોને સિલાઇ મશીન આપવામાં આવ્યા છે. જેના થકી સેંકડો બહેનો આર્થિક સક્ષમ બની પરિવારનું ભરણ પોષણ કરી રહી છે. નવરાત્રીમાં પણ આવા જ આશયથી દાતાઓના સહયોગથી સિલાઇ મશીન અર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...