તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબાની જમીનમાં ખેડૂતો ફરીથી સારૂં વાવેતર મેળવી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ અને ગિર સોમનાથ નાયબ બાયાગત નિયામક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંબાના પાકની ખેતી કરતા ખેડૂતો માટે જુની વાડીઓની સુધારણા કઇ રીતે કરવી તે અંગેનો સેમીનાર કૂલપતિ ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

છેલ્લા થોડા વર્ષોથી આંબાના વૃક્ષને અનુકુળ વાતાવરણ ન હોવાને લીધે પાક આવ્યા પહેલા મોર ખરી જવા સહિતની પરિસ્થિતીઓ નિર્માણ પામે છે પરિણામે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડે છે. જેના લીધે હાલ ગિરમાં ખેડૂતો આંબાની ખેતીમાંથી મો ફેરવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે આ ખેડૂતો માટે એક સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં તેઓને ઘનિષ્ટ વાવેતર પદ્ધતિનું નવીનીકરણ, રોગ જીવાત નિયંત્રણ વગેરે વિષય પર વિસ્તૃત માહિતી બાગાયત શાસ્ત્ર વિભાગનાં ડો.ડી.કે.વરૂ, રોગશાસ્ત્ર વિભાગના ડો.એચ.જે.કાપડીયા દ્વારા આપવામાં આવી હતી. ખેડૂતો પોતાના જુના બગીચામાં ફરીથી સારૂ ઉત્પાદન લઇ શકે તેમજ જે ખેડૂતો ખુબ જુના આંબા કાઢી રહ્યા છે તે અટકાવી આંબાનું નવીનીકરણ કરી ત્રીજા વર્ષે આંબો આવક આપતો થાય છે તે બાબતની વિશેષ છણાવટ કરવામાં આવી હતી. હવામાનના ફેરફારના લીધે આંબાના પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે જેના ઉપાયો પણ વૈજ્ઞાનિકો દ્વારા દર્શાવવામાં આવ્યા હતાં. જૂનાગઢ અને ગિર સોમનાથના 200 થી વધુ ખેડૂતોએ સેમીનારમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત નાયબ બાગાયત નિયામક લાડાણીએ આંબાના નવીનીકરણ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. જૂ.કૃ.યુનિ.ના ડો.જી.આર.ગોહેલે ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃતિઓ તેમજ ખેડૂતોની અાવક કઇ રીતે બમણી કરી શકાય તે અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉસદડીયા, દેત્રોજા, કરમુરકર તેમજ ગોંડલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...