• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh News In Manavadar For The Past Two Years The Vehicle Of The Vehicle Consumes Dust On The Back Of The Vehicle Repairs 063520

માણાવદરમાં છેલ્લા બે વર્ષથી ફાયરનું વાહન રીપેરીંગનાં બહાને ધૂળ ખાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર શહેરમાં આવેલી જીનીંગ મીલમાં થોડા સમય પહેલા આગ લાગી હતી. ત્યારે શહેરનાં ફાયર વિભાગનું વાહન તે બુઝાવવામાં વામણું સાબિત થતાં અન્ય શહેરમાંથી ફાયરનાં વાહનને બોલાવવું પડયું હતું. ત્યારે માણાવદર પાલિકા પાસે રહેલુ ફાયરનું વાહન છેલ્લા બે વર્ષથી રીપેરીંગનાં બહાને ધુળ ખાઇ રહયું છે અને હાલ આગની ઘટના બને તો ભુગર્ભ ગટરનાં વાહન મારફતે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે.

માણાવદરમાં ત્રણ દિવસ પહેલા એક જીનીંગ મીલમાં આગ લાગી હતી. ત્યારે પાલિકાનાં ફાયર વિભાગનું વાહન સવારનાં 10 સુધી આગ કાબુમાં લેવા સફળ ન રહેતા જૂનાગઢ ફાયર વિભાગને જાણ કરી ત્યાંથી ફાયરનું વાહન બોલાવવું પડયું હતું. જોકે પાલિકા પાસે રહેલી ફાયરનું વાહન છેલ્લા બે વર્ષથી રીપેરીંગનાં વાહને ધુળ ખાઇ રહયું છે. ત્યારે જો સત્વરે રીપેર કરી દેવામાં આવે તો આવી દયનીય પરિસ્થિતિ ઉભી ન થાય જોકે હાલ શહેરમાં આગ લાગે તો ભુગર્ભ ગટર માટે ફાળવેલા વાહન દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે. જોકે આ સ્થિતિ પરથી તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે છે.

અન્ય સમાચારો પણ છે...