કેશોદમાં ડીએપીની થેલીમાંથી 100 થી 600 ગ્રામ જેટલું વજન આેછું નીકળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદ કિશાન સુવિધા કેન્દ્ર ખાતે કાેંગ્રેસ સમિતી દ્વારા ખેડુતાેને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. ઇમ્પાેટેડ સરદાર ડીએપી થેલીનાં વજનમાં ઘટાડાે જાેવા મળ્યાે હતાે. અધિકારીઓએ રાેજકામ અને સેમ્પલીંગ કરી ખાતરનું વેચાણ અટકાવી દીધું હતું. કેશાેદ કાેંગ્રેસ સમિતી અને ખેડુતાેએ સાથે રહી રાજ સીનેમા રાેડ પર કિશાન સુવિધા કેન્દ્ર પર ઇમ્પાેર્ટેડ સરદાર ડીએપી ખાતરની બાેરીઓનાં વજનની તપાસ કરવામાં આવતા 100 ગ્રામથી લઇ 600 ગ્રામ સુધી વજન આેછું નિકળ્યું હતું. જૂનાગઢ ખેતીવાડી આધિકારી જે. યુ. ચાૈહાણ અને નાયબ ખેતી નિયામક કે. જી. પરસાણિયા કેશાેદ તાત્કાલીક દાેડી આવ્યાં હતાં અને સ્થળ તપાસ હાથ ધરી હતી. જુદા જુદા પ્રકારની ખાતરની બાેરીઓ ચેક કરવામાં આવી હતી. ઇમ્પાેર્ટેડ સરદાર ડીએપીની પ્રથમ 5 બાેરીઓમાંથી 50 કીલાે વજનની જગ્યાએ 49.550, 49.820, 49.620, 49.700 તેમજ 49.540 જેટલું વજન આેછું જાેવા મળ્યું હતું, આમ આેછા વજનવાળી બાેરીઓનું રાેજકામ, સેમ્પલીંગ કરી કારણદર્શક નાેટીસની કાર્યવાહી હાથ ધરી હતી.

ગરમીનાં કારણે 100 થી 150 ગ્રામ વજન ઘટી શકે
વડાેદરા GSFC ના કે. આર. યાદવએ જણાવ્યું કે, ફેકટરીમાંથી ડીએપીનાે જથ્થાે બહાર નીકળતાે હાેય ત્યારે વજન બરાબર હાેય છે, પરંતુ રીટેલરાે સુધી પહાેંચે ત્યારે ગરમીના કારણે 100 થી 150 ગ્રામ વજન ઘટી શકે છે, પરંતુ વજન ઘટે તે તપાસનાે વિષય બની જાય છે, સરકાર અને અમારા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. - તસ્વીર : પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...