કેશોદનાં પ્રાસલી ગામે દિકરીની ઉંમર નાની હોય લગ્ન થાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદનાં પ્રાસલી ગામે દિકરીની ઉંમર નાની હોય લગ્ન થાય તે પહેલા અટકાવ્યાં હતાં. 21મી સદીમાં બાળલગ્ન અટકાવવાનું નામ લેતા નથી. આજે પણ કયાંયને કયાંય બાળલગ્ન થઇ જાય છે. આવા સંજોગોમાં બાળલગ્ન ન થાય તેને લઇ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. જિલ્લામાં હાલ લગ્નની સીઝનને લઇ અનેક જગ્યાએ તપાસ થઇ રહી છે. ત્યારે કેશોદ તાલુકાનાં પ્રાસલી ગામે બાળલગ્ન થવાનાં હોવાની માહિતી મળી હતી. જેને પગલે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એચ.એન.વાળા, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઇ મહિડા, ચીફ ઓફિસર નયનાબેન પુરોહિત તેમજ ટીમ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બાળલગ્ન ન કરવા પરિવારજનોને સમજાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...