કેશોદમાં કારચાલકે 1 કિમીમાં 2 સ્થળે અકસ્માત, 3 ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં આજે સાંજે એક અજાણ્યા કાર ચાલકે માંગરોળ રોડ પર બે જુદા જુદા સ્થળે અકસ્માત સર્જી 3 વ્યક્તિને ઇજા પહાેંચાડી કાર લઇ જૂનાગઢ તરફ નાસી છૂટ્યો હતો. બનાવમાં ઇજા પામનારને 108 ના સ્ટાફે હોસ્પિટલે પહોંચાડ્યા હતા. કેશોદનાં માંગરોળ રોડ પર કરેણિયાબાપા મંદિર નજીક ચાલીને જતા આશીષભારથી અરવિંદભારથી (ઉ. 42) અને યોગેશપુરી ઈશ્વરપુરી (ઉ. 53) ને આજે સાંજે એક અજાણ્યા કાર ચાલકે ઠોકર મારી ઇજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો. ત્યાંથી આગળ આજ કારના ચાલકે 1 કિમી દુર ચાંદીગઢના પાટિયા નજીક બીજો અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક લઇને અવાણિયાથી માેવાણા તરફ જતા વલ્લભભાઈ મૂળજીભાઈ કોરડીયા (ઉ. 70) ને ફંગોળ્યા હતા. બાદમાં તે કાર સાથે જૂનાગઢ તરફ નાસી છૂટયાે હતો. એકજ રોડ પર 1 કિમીનાં અંતરે અકસ્માતમાં ઇજા પામનાર ત્રણેયને 108 માં હોસ્પિટલે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...