તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં તસ્કરોએ રૂમની જાળી તોડી 50 હજારની મત્તા ચોરી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જોષીપરા, સરદાર પટેલ સોસાયટીમાં રહેતા નિર્જલભાઇ પ્રભુદાસભાઇ ગજેરા અને તેમની પત્ની મંગળવારના રાત્રીના સુઇ ગયા બાદ તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા મકાનના કમ્પાઉન્ડની દિવાલ કુદી અંદર પ્રવેશ કરી રૂમની લોખંડની નાની જાળીની ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રૂપિયા 25,000 તેમજ સોનાની બુટી કિંમત રૂપિયા 25,000 સહિત કુલ રૂપિયા 50,000ની ચોરી થઇ હતી. નિર્જલભાઇ સવારના ઉઠ્યા તો તેમના રૂમનો દરવાજો બહારથી બંધ હતો અને સામેના મકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા ત્રણ શખ્સો ચોરી કરી ગયાનું કેમેરામાં કેદ થયું હતું. આ ચોરી અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આગળની તપાસ પીએસઆઇ કે.કે.મારૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...