તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં જગ્યા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં મકાનની જગ્યા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે મારામારી થઇ હતી જેમાં નાના ભાઇને માથામાં ત્રિકમ મારી દેતા ઇજા પહોંચાતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમને માથામાં ત્રણ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના જોષીપરા રોડ, ઓઘડનગરમાં રહેતા રાજેશભાઇ દેસાભાઇ બગડાએ તેમના મોટાભાઇ રમેશભાઇએ ડેલી વાળી લેતા તેમને ચાલવાની જગ્યા બાબતે સમજાવા જતા રમેશ, કાન્તાબેન, પુજાબેન સહિતનાએ રાજેશભાઇ અને તેમની પત્ની પર હુમલો ઢીકા-પાટુનો મારમાર્યો હતો. રાજેશભાઇના માથામાં ત્રિકમ મારી દેતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમના માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે રાજેશભાઇએ સગા મોટાભાઇ વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઇ એન.એ.ચાવડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...