તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં સોમયજ્ઞ, 50 હજારે લાભ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયમાં પ્રથમ વખત વિરાટ અાંગીરસ દ્વિરાત્ર સોમયજ્ઞનું આયોજન ઝાંઝરડા બાયપાસ રોડ ખાતે કરાયું હતું. ગત તા.29 થી તા.10 સુધી યોજાયેલ આ સોમયજ્ઞમાં આશરે 50 હજાર ભાવિકોએ લાભ લીધો હતો. સોમયજ્ઞ અંતર્ગત શોભાયાત્રા હરીઓમ નગર, શ્યામ બંગલોથી શરૂ થઇ યજ્ઞ સ્થળ પર પહોંચી હતી જ્યા યજ્ઞશાળાના પ્રવેશનો મંત્ર સહિતની વૈદિક વિધી કરાઇ હતી. સોમયજ્ઞની સાથે સાથે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી જાનકી વહુજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. બપોરે 3 થી સાંજના 6 કલાક દરમિયાન યોજાતી આ કથાનો મોટાભાગે લોકોએ લાભ લીધો હતો. કથા દરમિયાન યોજાયેલ કૃષ્ણ જન્મ-નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ વગેેરે પ્રસંગોમાં લોકો સહભાગી બન્યા હતાં. આ ઉપરાંત તા.5 માર્ચના રોજ સાંજે 5:30 કલાકે યોજાયેલ 25 ફુટની અગ્ની શીખાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં. સોમયજ્ઞએ ભક્તિનું કર્મમાર્ગીય સ્વરૂપ છે. મહાપ્રભુજીએ અવતારકાલ દરમિયાન 22 સોમયજ્ઞ કર્યા હતાં. સોમયજ્ઞ સ્થળ સમગ્ર બ્રહ્માંડના કેન્દ્રનું સ્વરૂપ ધારણ કરે છે. બધા જ તિર્થો મંડપમાં આવીને વાસ કરે છે. સોમયજ્ઞની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. સોમયજ્ઞમાં થતી અક્ષતવર્ષાના અક્ષત અને યજ્ઞ પૂર્ણાહુતિ બાદ ઇંટો વૈષ્ણવો પોતાના ઘરે પ્રસાદીરૂપે પધરાવી જાય છે.

સોમયજ્ઞ મુખ્ય સાત પ્રકારના છે


સોમયજ્ઞ મુખ્ય સાત પ્રકારના છે. જેને સપ્ત સોમ સંસ્થા કહેવાય છે. અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, અતિરાત્ર, આપ્તોર્યામ અને વાયપેય.

શનિ-રવિની રજામાં લોકોનો ધસારો વધુ રહ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો