તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં 26મીએ 4864 છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ ગયા બાદ એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માગતા છાત્રો માટે અગત્યની ગણાતી ગુજકેટ પરીક્ષા આગામી તા.26 એપ્રિલના રોજ ગોજાઇ છે. જૂનાગઢના એક કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. જેમાં 4864 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ વિાભગ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ છાત્રો પણ પરીક્ષા આપવા સજ્જ થઇ ગયા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના છાત્રો કે જે ભવિષ્યમાં એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માગતા હોય તેવા છાત્રો માટે અગત્યની માનવામાં આવતી ગુજકેટની પરીક્ષા આગામી તા.26 એપ્રિલના રોજ લેવામાં આવશે. જૂનાગઢ જિલ્લાની 23 બિલ્ડીંગોના 245 બ્લોક પર સવારે 10 થી 4 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 4864 છાત્રો પરીક્ષા આપશે. દરેક પરીક્ષા કેન્દ્ર માટે સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. તો શહેરના આઝાદ ચોક ખાતેની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઝોન કચેરી શરૂ કરાશે. આ ઉપરાંત છાત્રોને પરીક્ષા કેન્દ્ર કે અન્ય મુશ્કેલીના નિવારણ માટે જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેના નંબર 02852630151 છે. છાત્રો કોઇ પણ પ્રકારની મુશ્કેલી વિના પરીક્ષા આપી શકે તે માટે તમામ કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી એન.કે.મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...