તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં મોટીબહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી ભાઇની ફરજ અદા કરી પરિવારનું ગૌરવ વધાર્યું હતું. સામાન્ય રીતે આપણા સમાજમાં કેટલીક વર્ષો જૂની માન્યતા ઘર કરી ગઇ છે કે અમુક કાર્ય તો પુત્ર જ કરી શકે.આવી ઘેલછાના કારણે પુત્રના જન્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે જેથી પુત્રીના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો થઇ રહ્યો છે. જોકે હવે સમાજના લોકો આધુનિક વિચારસરણીમાં જીવતા થયા છે. દિકરા દિકરીમાં કોઇ અંતર નથી અને અમુક કામ પુત્ર જ કરી શકે તેવી માન્યતાને પણ દૂર કરવા લાગ્યા છે. દરમિયાન આવી જ આધુનિક વિચારણસરણીનું ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળ્યું. શહેરના નિવૃત્ત એસટી કર્મચારી મહેશભાઇ લશ્કરીની મોટી પુત્રી અર્ચનાના કેશોદ ખાતે લગ્ન યોજાયા હતા. મહેશભાઇને સંતાનમાં માત્ર બે દિકરીઓ જ હતી, દિકરો ન હતો. ત્યારે લગ્ન વિધીમાં જવતલ કોણ હોમશે ω તેવો સવાલ ઉભો થયો હતો. જોકે મહેશભાઇની નાની પુત્રી શિતલે મોટી બહેનના લગ્નમાં જવતલ હોમી ભાઇની ફરજ અદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો