જૂનાગઢમાં 8 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયો : 38.5 ડિગ્રી તાપમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ઉનાળો આવતાની સાથે જ ગરમીનો પારો ઉપર તરફ જવા માંડે છે. થોડા સમય પહેલા તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. ત્યારબાદ ધીમે ધીમે તાપમાન નીચુ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોમવારના તાપમાનની વાત કરીયે તો સવારનું તાપમાન શહેરમાં 38.5 ડિગ્રી તેમજ સાંજના સમયે 25.3 ડિગ્રી જેવુ તાપમાન નોંધાયું હતું. વધતા જતા તાપમાનનું એક કારણ ઘટતા જતા વૃક્ષો પણ કહિ શકાય. દિવસે ને દિવસે વિકાસના નામે ઘટતા જતાં વૃક્ષોના લીધે આ પારો વધુ ઉંચો ન જાય તે માટે હવે લોકો વધુ જાગૃત થાય અને વૃક્ષો વાવે તે જરૂરી બન્યું છે. આ ઉપરાંત શહેરમાં 8 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાયો હતો. જેને લઇને જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢ શહેર ગિરનારની તળેટીમાં આવેલું હોવાથી આમ પણ પવનનું પ્રમાણ ઓછું રહે છે. પરંતુ એકાદ બે દિવસથી પવનમાં વધારો થતાં લોકો સાંજ પડ્યે ભવનાથ તળેટી તરફ નિકળી પડે છે. અને ગરમીમાં તપ્યા પછી ઠંડકનો અહેસાસ મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...