તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 વર્ષમાં જિલ્લાની 181ની ટીમ 1197 મહિલાની મદદે પહોંચી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહવિભાગ, રાજ્ય મહિલા આયોગ અને જી.વી.કે.ઇએમઆરઆઇ દ્વારા સંચાલિત ટી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા 181 ટીમ દ્વારા એક વર્ષમાં 1197 મહિલાની મદદ પહોંચી ગઇ છે જેમાંથી સ્થળ પર જ 832 કેસોનું સમાધાન કરાવવામાં આવ્યું હતું. આ હેલ્પલાઇનમાં તાકિદે મદદની જરૂર માટે રેસક્યુ વાનની સગવડ આપવામાં આવી છે જેથી મહિલાઓને પડતી અનેક સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવામાં આવે છે. 24 કલાક હેલ્પલાઇન સેવા કાર્યરત રહેતા મહિલાઓ મદદ મળી રહે છે. 181 સેવા જૂનાગઢ જિલ્લાની મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે.

મહિલાઓ દ્વારા ક્યા પ્રકારના ફોન આવે છે? | ઘરેલુ હિંસા, જનરલ માહિતી, પાડોશી સાથેની સમસ્યા, નશીલા પદાર્થનો ઉપયોગ કરી પજવણી, શારીરિક હિંસા, કાનુની સલાહ કે સૂચન, શારીરિક છેડછાડ, બિન જરૂરી ફોન, મેસેજ, માનસિક તણાવ, લગ્ન સિવાયના સંબધો, ઘરવિહોણા સહિતના બનાવોમાં 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન આવે છે.

કેસ સંખ્યા

સ્થળ પર મદદ 1197

સ્થળ પર સમાધાન 832

આગળ કાર્યવાહી 332

અન્ય 33

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો