તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ પરનું દબાણ દૂર નહી થાય તો કરિયાના સરપંચ આપશે રાજીનામું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભેંસાણ તાલુકાના મેંદપરાથી કરિયા જતા રોડ પર થયેલું દબાણ દૂર નહી થાય તો સરપંચ પદેથી રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે કરિયા ગામના સરપંચ બોદુભાઇ ઠેબાએ જિલ્લા કલેકટરને સંબોધીને અાપેલા આવેદનમાં જણાવ્યું છે કે, મેંદરપરાથી કરિયા જતો રોડ છે.

આ રોડ પર એક ખાતેદાર ખેડૂતે રોડ પરની 30 ફૂટ જેટલી જગ્યામાં દિવાલ બનાવી પેશકદમી કરી છે. આ દબાણના કારણે રોડ સાંકડો થઇ જતા અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ખુદ મારા પુત્રને આ દબાણવાળી જગ્યામાં અકસ્માત થતા તેમનું મૃત્યું થયું છે. ત્યારે વધુ અકસ્માતોમાં માનવ જીંદગી ન હોમાય તે માટે છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરૂં છું. જો પેશકદમી દૂર નહી થાય અને જવાબદારો સામે પગલાં નહી લેવાય તો હું સરપંચ પદેથી રાજીનામું અાપી દઇશ અને બાદમાં ગાંધી ચિંધ્યા માર્ગે અન્નજળ ત્યાગ કરી ઉપવાસ આંદોલન કરીશ તેવી ચિમકી
ઉચ્ચારી છે.

દબાણના કારણે થતા અકસ્માતમાં સરપંચના પુત્રએ પણ જીવ ગુમાવ્યો

મેંદપરાથી કરિયા જતા રોડમાં 30 ફૂટમાં દિવાલ બનાવી દબાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો