પાકમાં નુકસાન થયું હોય તો 31 ડિસેમ્બર સુધી અરજી થઇ શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં કમોસમી વરસેલા વરસાદને કારણે ખેડૂતોના પાકમાં થયેલા નુકસાન માટે સરકારે મહત્વની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ રાજ્ય સરકાર રાજ્યના તમામ ખેડૂતોને 3,800 કરોડની સહાય આપવામાં આવશે. આ સહાયની અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત સરકારે સહાય પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોને નિયત સમયે ગ્રામ સેવક તથા તલાટીમંત્રીને અરજી કરવાની રહેશે.

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના ખેડુતો આ સહાયનો લાભ મળશે. અત્યારે ઓનલાઇન ફોર્મ મળી રહ્યા છે. આ ફોર્મ ભરી અને તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકને આપવાના રહેશે. જો કે જૂનાગઢ જિલ્લામાં 1,63,000થી વધુ ખેડુતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે તેમાંથી કેટલા ખેડુતો સહાય માટે અરજી કરે તે જોવાનું રહ્યું છે.

જો કે સરકારના નિયમ મુજબ કમોસમી વરસાદમાં થયેલ નુકસાનની વળતર ચૂકવવામાં આવશે. એક ઇંચથી ઓછા વરસાદ થયો છે તે જિલ્લાના ખેડુતોને હેક્ટર દીઠ 4000 ચૂકવાશે તેમજ 1 ઇંચથી વધારે વરસાદ થયો તે ખેડુતોને હેક્ટર દીઠ 6,800 ચૂકવાશે. જો કે કમોસમી વરસાદમાં 33 ટકા અથવા તેથી વધુ પાક નુકસાન થયું હોય તો વળતર મળશે.

અન્ય સમાચારો પણ છે...