તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવીલ હોસ્પિટલમાં સીટી સ્કેન થાય પણ રીપોર્ટ લેવા તો બહાર જવું પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મજેવડી ગેઇટ નજીક કરોડો રૂપિયાના ખર્ચે સિવીલ હોસ્પિટલ બનાવામાંઅ આવી છે પરંતુ ડોક્ટરો-સ્ટાફની ઘટના કારણે દર્દીઓને પુરતી સારવાર મળતી નથી અને ના છુટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. સિવીલ હોસ્પિટલમાં વડાપ્રધાનના આગમને પગલે સીટી સ્કેન સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ સીટી સ્કેન કરવા આવતા દર્દીઓને રીપોર્ટ લેવા માટે બહાર ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે. રોજના 15 જેટલા દર્દીઓનું સીટી સ્કેન કરવામાં આવે છે અને 15 દર્દીઓના સીટી સ્કેન કર્યા બાદ રીપોર્ટ લેવા માટે બસ સ્ટેશન સુધીના ધક્કા થાય છે.

સીટી સ્કેનનાં દરવાજામાં જ નોટીસ લગાવી
સોફ્ટવેર ન હોવાને કારણે રીપોર્ટ મળતા નથી
સિવીલ હોસ્પિટલમાં સીટી સ્કેન તો થાય છે પરંતુ કોમ્પ્યુટરમાં રીપોર્ટ માટેનું સોફ્ટવેર ન હોવાને કારણે રીપોર્ટ ન મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...