તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં પ્રાથમિક સુવિધા માટે આઉટ સોર્સીંગથી કઇ રીતે કામ કરાવી શકાય ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં પ્રાથમિક સુવિધાની કામગીરી પણ આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. ત્યારે મનપાની કામગીરીથી નારાજ ગુજરાત હાઇકોર્ટે આઉટ સોર્સિંગથી પ્રાથમિક સુવિધા માટે કઇ રીતે કામગીરી કરાવી શકાય ω તેવા સવાલ સાથે નોટીસ ફટકારી સ્પષ્ટતા કરવા આદેશ જારી કર્યો છે.

આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘટતા સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી અને છેલ્લા કેટલાય સમયથી આઉટ સોર્સિંગ એજન્સીથી જ ગાડું ગબડાવવામાં આવે છે.આમાં પ્રાથમિક સુવિધાની કામગીરી પણ આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી દાદ માંગવામાં આવી હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ મનપા દ્વારા આઉટ સોર્સિંગ મારફતે કરાવાતી પ્રાથમિક સુવિધાની કામગીરી પર સવાલીયા નિશાન લગાવ્યા છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રાથમિક સુવિધા આપવી એ તંત્રની ફરજ છે પરંતુ આ કામગીરી આઉટ સોર્સિંગથી કળ રીતે કરાવી શકાય ω આ મામલે નોટીસ પાઠવી મનપા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. હાઇકોર્ટની નોટીસથી મનપાના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો