તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર મહિનાની અગિયારસની પરિક્રમાને મનાઇ તો અન્યને કઇ રીતે મંજૂરી ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની અગિયારસે ગિરનારની પરિક્રમા કરવા અને આવી 13 પરિક્રમા કરી તેનું પુણ્ય 13 અખાડાને આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જોકે વન વિભાગે માત્ર એક જ પરિક્રમાની મંજુરી આપી બાદમાં મનાઇ ફરમાવી દીધી હતી. જોકે શનિવારે અન્ય સમાજના લોકોને પરિક્રમાની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળતા વિવાદ સર્જયો છે. આ અંગે જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળના ભાવેશભાઇ વેકરીયાએ નાયબ વન સંરક્ષક ડો. સુનીલ બેરવાલ અને એસીએફ બી.કે.ખટાણાને મળી રજૂઆત કરી હતી. ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે જૈન સમાજના હેમવલ્લભાચાર્ય સહિત અંદાજે 3000થી વધુ લોકોને પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે અને અમને દર મહિને પરિક્રમા માટે મંજૂરી આપવામાં અાવતી નથી. આવી વ્હાલા દલવાની નિતી શા માટે ω દૂધ ધારા વખતે પણ કેટલા લોકો છે તેની વિગત મંગાવાય છે અને તેનું ચેકીંગ કરાય છે. લેખીત સંખ્યા કરતા વધુ હોય તેને પરિક્રમા કરવા દેવામાં આવતી નથી. જ્યારે જૈનોની પરિક્રમા માટે સંખ્યા લખ્યા વિના જ પરમિશન આપી દેવાઇ ! ત્યારે વનતંત્રએ આવી વ્હાલા દવલાની નિતી બંધ કરવી જોઇએ તેમ ભાવેશભાઇ વેકરીયાએ રોષ સાથે જણાવ્યું હતું.

3 રૂટ પર વનતંત્રની મંજૂરીની જરૂર નથી
દરમિયાન ડીસીએફ ડો. સુનીલ બેરવાલ અને એસીએફ બી.કે. ખટાણાએ જણાવ્યું હતું કે, બોરદેવી ગેઇટથી બોરદેવી મંદિર સુધી, જાંબુડી નાકાથી ઝીણાબાવાની મઢી સુધી અને પાટવડ થાણાથી સરકડીયા હનુમાન સુધીના રૂટ પર વનતંત્રની પરિમશન લેવાની જરૂર નથી. આ રૂટ પર કોઇ પણ વ્યકિત સવારે 8 થી સાંજના 4 સુધી જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...