તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ અને ગીરનાર જંગલમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેર અને ગીરનાર જંગલમાં ભારે વરસાદ પડતા રસ્તાઓમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે હજુ બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ હવે પડી રહેલો વરસાદ મગફળી, કપાસ સહિતના પાકને નુકસાની કરી રહ્યો છે. આથી ધરતી પુત્રો ચિંતીત બન્યા છે. જૂનાગઢમાં શુક્રવારે બપોર બાદ ભારે વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેર સહિત ગીરનાર જંગલમાં ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બપોર બાદ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મજેવડી દરવાજાથી રેલ્વે સ્ટેશ તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા. આથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. હવે પડી રહેલા વરસાદને કારણે ધરતી પુત્રો ચિંતીત બન્યા છે. મગફળી, કપાસ સહિતના ઉભેલા પાકના ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે નુકસાની જવાની ભીતી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...