તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીંધની હાઇકોર્ટમાં બે જજની બેન્ચ સમક્ષ સુનાવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ નવાબનાં હસ્તકમાં હતું અને દેશ આઝાદ થયાંનાં થોડા સમય બાદ આઝાદ થયું છે. નવાબ સાથેનાં અનેક લોકો પાકિસ્તાન જતાં રહયાં છે. તે ઉપરાંત 2007માં જૂનાગઢનો એક પરિવાર પાકિસ્તાન ગયો છે. તેમને હજુ સુધી પાકિસ્તાનનો દરજજો મળ્યો નથી. વર્ષ 2007 માં જૂનાગઢથી પાકિસ્તાન સ્થાયી થયેલા જૂનાગઢના એક પરિવારને પાકિસ્તાને હજી સુધી નાગરિકતા આપી નથી. આ અંગે પરિવારે સીંધ હાઇકોર્ટમાં રીટ કરી છે. જૂનાગઢનાં છોટુ મિંયા વર્ષ 2007 માં પોતાના પરિવારનાં 4 સભ્યો સાથે પાકિસ્તાન જઇને વસી ગયા છે. પરંતુ હજુ સુધી તેમને પાકિસ્તાનની નાગરિકતા મળી નથી. છોટુ મિંયાએ એવી દલીલ કરી છે કે, જૂનાગઢનાં નવાબે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય લીધો હતો. આથી જૂનાગઢનાં વતનીઓ પાકિસ્તાનનાં નાગરિકો છે. છોટુ મિંયાની અરજી પર સીંઘ હાઇકોર્ટનાં જસ્ટીસ સલાહુદ્દીન પંવાર અને જસ્ટીસ શમ્સુદ્દીન અબ્બાસીની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઇ હતી. જેમાં અરજદારે પોતાને પાકિસ્તાનની નાગરિકતા ન મળી હોવાની ફરીયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...