Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરે હરીકૃષ્ણ મહારાજનો 160 મો વાર્ષિકોત્સવ ઉજવાયો
જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરે નાનાલાલજી મહારાજ, પુષ્પેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં હરીકૃષ્ણ મહારાજના 160માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ અંતર્ગત સવારે 5:30 કલાકે મંગળા આરતી દર્શન, દેવોનો અભિષેક, યજ્ઞનારાયણ દર્શન અને ત્યારબાદ સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. જેમાં નાનાલાલજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતાં. આ સત્સંગ સભામાં વડતાલ, ગઢડા, ઘોલેરા વગેરે ધામથી સંતો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી, ભક્તિપ્રકાશદાસજી સહિતના સંતો, રાધારમણદેવ મંદિર બોર્ડના ચેરમેન રતિલાલ ભાલોડીયા, જાદવભાઇ ચાવડા, નંદલાલભાઇ બામટા સહિત ટ્રસ્ટી મંડળ અને હરીભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ભક્તિદર્શન સ્વામી સહિતના સંતો, હરીભક્તોએ જહેમત ઉઠાવી હતી.
નાનાલાલજી મહારાજની ઉપસ્થિતિમાં સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા