ધાણાની ઉઘરાણી કરી પાછા જતા ખેડૂતના અડધો લાખ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસાવદર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભનુભાઇ મુળુભાઇ મહેતા (ઉ. 60) નામના વૃદ્ધ ખેડૂત તા. 13 ફેબ્રુ.એ સવારે 7:30 વાગ્યે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવેલી એક વેપારી પેઢીએ આવ્યા હતા. અને પોતે મોકલેલા ધાણાના વેચાણના રૂ. 52,291 લઇ રીક્ષામાં બસ સ્ટેન્ડ પરત જવા નિકળ્ય હતા. રીક્ષામાં તેની બંને બાજુ બીજા એક વૃદ્ધ અને એક વૃદ્ધા બેઠા હતા. મજેવડી ગેઇટ પાસે ચાલકે રીક્ષા રોકી હતી અને ભનુભાઇને કહ્યું, આ બંનેને હું અંદર ઉતારી ફરી પાછો આવું. તમે અહીં ઉભા રહો. આથી ભનુભાઇ ઉતરી ગયા હતા. ઘણીવાર વાટ જોવા છત્તાં રીક્ષાવાળો પાછો ન આવતાં ભનુભાઇ મજેવડી ગેઇટની બહાર આવતાં તેમને ખ્યાલ આવ્યો કે, પોતાના ખિસ્સામાં રાખેલા ઉઘરાણીના રૂ. 52,291 કોઇ સેરવી ગયું છે. આથી તેમણે આ અંગે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ પી. જે. રામાણી ચલાવી રહ્યા છે.

ખિસ્સામાંથી સેરવી લીધાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...