તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ અંગે તકેદારી રાખવા પોલીસ સ્ટાફને માર્ગદર્શન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | કોરોના વાઇરસને લઇને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. રાજ્યની શાળા-કોલેજો, સિનેમા ઘરો તેમજ ફરવા લાયક સ્થળો બંધ કરાવ્યા છે અને કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવા લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બુધવારે સાંજના સમયે શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોરોના વાઇરસ અંગે એક સેમિનારનું આયોજન કર્યુ હતું. જેમાં સિવીલ હોસ્પિટલના ડો.અજય પરમાર દ્વારા તમામ પોલીસ સ્ટાફને તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સી ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ દિલીપકુમાર બડવા સહિતનાં સ્ટાફ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...