તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિષ્ય બનાવવાની નહીં, દાનમાં લેવાની પરંપરા ધરાવતો ગોદડ અખાડો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દશનામ સંપ્રદાયનાં કોઇ સન્યાસી સમાધિસ્થ થાય ત્યારે તેમને સમાધિ આપવાની લઇને ધાર્મિક વિધી-વિધાન આપવા એ ગોદડ અખાડનાં સંતનો અબાધિત અધિકાર છે. એમ જૂનાગઢનાં કાળવા ચોક સ્થિત ગોદડ અખાડાનાં મહંત વૈદ્યનાથનજી કહે છે.

વૈદ્યનાથજી ગોદડ અખાડની પરંપરા વિશે વધુમાં જણાવે છે કે, ગોદડ અખાડાની સ્થાપના બાબા બ્રહ્મગિરી મહારાજે કરી છે. અમે દશનામ સન્યાસનાં સમાધિપૂજક કહેવાઇએ. અમારા અખાડાની પરંપરા મુજબ અને શિષ્ય નથી બનાવી શકતા. પણ બીજા અખાડા અમને શિષ્ય દાનમાં આપે છે. એ શિષ્યને અમે બ્રહ્મગિરી મહારાજનાં ચરણમાં ધરાવેલા કાનના કુંડળ પહેરાવીએ એટલે એ ગોદડ અખાડાનો સભ્ય બની જાય છે. બંને કાનોમાં ખાસ પ્રકારનાં કુંડળ એ અમારી ઓળખ છે. જેમાં એક કાનનું કુંડળ શિવનું અને એક હિંગળાજ માતાનું હોય છે.

બ્રહ્મગિરીજીનો કોઇ આકાર નથી | વૈદ્યનાથજી વધુમાં કહે છે, અમારા ઇષ્ટદેવ બાબા બ્રહ્મગિરીજીનો કોઇ આકાર નથી. આથી તેની ચરણપાદુકાનીજ પૂજા થાય છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો