તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કરવાની તક આપી ઇશ્વર તમને સક્ષમ બનાવ્યા છે: શાસ્ત્રી વિપુલકૃષ્ણજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ શહેરના વાંઝાવાડ સ્થિત ખરડેશ્વર વાડી ખાતે હિતેશભાઇ જોશી અને મધુબેન જોશીના યજમાન પદે શ્રીમદ્દ ભાગવત કથા યોજાઇ રહી છે. કથામાં વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલકૃષ્ણજીએ જણાવ્યું હતું કે સેવા કરો તો મેવા મળે એવી કહેવત છે, પરંતુ મેવાની લાલચે કદી સેવા ન કરવી. સેવા કરવાની તક આપી ઇશ્વરે તમને સક્ષમ બનાવ્યા છે તે બદલ પ્રભુનો પાડ માનવો જોઇએ. નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે તે ઉત્તમ સેવા ગણાય અને તેનું અનેકગણું ફળ પ્રભુ વણમાગ્યું આપી દે છે, કારણ કે ઇશ્વર કોઇનું ઋણ રાખતો નથી. માટે સેવા કરવાની તક મળે તો તુરત ઝડપી લેજો.

જૂનાગઢમાં રવિવારે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા શિક્ષકનું વકતવ્ય યોજાશે
જૂનાગઢમાં રવિવારે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા શિક્ષકના વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જૂનાગઢ શાખા દ્વારા આયોજીત આ કાર્યક્રમ 14 એપ્રિલ રવિવારના રોજ સવારના 10 થી 11:30 સુધી શહેરના પોસ્ટ ઓફિસ રોડ સ્થિત ભીંડી જવેલર્સ અેક્ઝિબીશન હોલ ખાતે યોજાશે. રાજ્ય રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા શિક્ષક એલ.વી. જોશી વર્ણ વ્યવસ્થા અને શબ્દકોશનો ઉપયોગ વિષય પર વકતવ્ય આપશે. ગુજરાતી ભાષા પ્રેમીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા જણાવાયું છે.

જૂનાગઢમાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
અનામ સોશ્યલ ગૃપ દ્વારા શહેરમાં નિ:શુલ્ક વિવિધ રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ સામેના જે.બી. કોમ્પ્લેક્ષ ખાતે આવેલ પ્રાઇમ હોસ્પિટલ ખાતે રવિવાર 14 એપ્રિલના સવારના 9 થી 12 દરમિયાન યોજાનાર કેમ્પમાં ડો. હરેશ ચુગડીયા પોતાની સેવા આપશે. સાઇટીકા, પ્રોસ્ટેટ, પથરી, નિસંતાનપણું, સ્ત્રી પુરૂષના ગુપ્ત રોગ,ડાયાબીટીસ,થાઇરોડ સહિતની અનેક બિમારીનું નિદાન કરી આપવામાં આવનાર હોય જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ લેવા અગાઉથી પોતાના નામ લખાવી લેવા અનામ સોશ્યલ ગૃપના પ્રમુખ કેતનભાઇ પટેલે જણાવ્યું છે.

જૂનાગઢ તલાટી મંત્રી મંડળના ઉપપ્રમુખ તરીકે સતત બીજી ટર્મમાં ચૂંટાયા
જૂનાગઢ : તાજેતરમાં જૂનાગઢ ખાતે જિલ્લા તલાટી મંત્રી મંડળની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળના ઉપપ્રમુખ તરીકે સતત બીજી ટર્મમાં ગાયત્રીબેન શર્મા(જાની) ચૂંટાયા છે. ગાયત્રીબેન શર્મા(જાની) જૂનાગઢ ખાતે કાર્યરત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી પરશુરામ ફાઉન્ડેશનના મહિલા પાંખના પ્રમુખ તરીકે પણ સેવા આપતા હોય તેમની આ નિયુક્તિ બદલ પરશુરામ ફાઉન્ડેશનના શૈલેષભાઇ દવે, કે.ડી. પંડયા, મહેશભાઇ જોશી, મુકેશભાઇ મહેતા, હસુભાઇ જોષી, પારસ રાવલ તેમજ મહિલા પાંખની સભ્ય બહેનોએ શુભેચ્છા પાઠવી છે.

વેરાવળમાં છગ પરિવારનાં કુળદેવી બુટ ભવાની માતાજીનો હવન યોજાશે
પ્રાચીમાં સોરઠીયા વાણંદ જ્ઞાતિનાં લીમ્બોચ ભવાની માતાજીનો હવન

પ્રાંચી :
વેરાવળ-કોડીનાર હાઈવે ટીંબડી પ્રાંચી સેન મહારાજ ધર્મશાળા ખાતે 13 એપ્રિલનાં સોરઠીયા વાણંદ જ્ઞાતીનાં લીમ્બોચ ભવાની માતાજીનાં હવનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીડુ બપરે 3 કલાકે હોમાશે. આ પ્રસંગે સોરઠીયા વાણંદ જ્ઞાતીને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયેલ છે.

સોમનાથમાં સૌરાષ્ટ્ર -કચ્છ બ્રહ્મસમાજનું 25મું અધિવેશન મળશે
વેરાવળ | ઈ.સ.1983માં સ્થાપિત સૌરાષ્ટ્ર -કચ્છ બ્રહ્મ સમાજનું13 અને 14 એપ્રીલના 25મું મહા અધિવેશન સોમનાથના સાનિધ્યમાં યોજાશે. જેના ઉદઘાટક મુકતાનંદજી બાપુ, ડો. અનિલભાઈ મહેતા, દંડી સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેશુભાઈ પટેલ, પ્રવિણભાઈ લહેરી સહિતનાં મહાનુભાવો હાજરી આપશે. ધ્વજારોહણ, લોકડાયરો બાઈક રેલીનું પણ યોજાશે.

પ્રાંચી | વેરાવળ ખાતે છગપરિવાર દ્વારા કુળદેવી બુટ ભવાની માતાજીનાં હવનનું 13 એપ્રિલનાં કરાયું છે. જેમાં બપોરે 2 કલાકે બીડુ હોમાશે. બાદ સમસ્ત છગ પરિવાર દ્વારા સમુહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત છગ પરિવારને જોડાવા જણાવાયું છે.

માળિયામાં માળેશ્વર મંદિર પાસે ચૈત્ર માસ નિમીતે 9 દિવસ સુધી રામપારાયણ યજ્ઞ
લાઠોદ્રામાં 18 એપ્રિલનાં કાનાબાર પરિવારનાં સુરાપુરા વશરામબાપાનો હવન
માળિયાહાટીના પંથકનાં લાઠોદ્રા ગામે કાનાબાર પરિવારનાં સુરાપુરા વસરાજદાદાનાં સાંનિધ્યમાં 18 એપ્રિલનાં હવન યોજાશે. સવારે 9 કલાકે પ્રારંભ અને બપોરે 1:30 કલાકે હવનનું બીડુ હોમાશે બાદ મહાપ્રસાદ રાખેલ છે. સાથે બુધવારે રાત્રે 17 એપ્રિલનાં 9 કલાકે ધુન, કથાનો કાર્યક્રમ પણ રખાયો છે. જેમાં મોટી સંખ્યામાં કાનાબાર પરિવારનાં લોકોએ પધારવા કાન્તીબાપા ભુવાએ જણાવ્યું છે.

માળિયા | માળિયામાં માળેશ્વર મંદિર પાસે રામ મંદિર દ્વારા 92 વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ-1 થી 9 સુધી રામ પારાયણ સપ્તાહ અયોધ્યા દશરથ ભુવનનાં સભાખંડમાં ચાલુ છે. રામજી મંદિરનાં મહંત કનુબાપુ નિમાવતે જણાવ્યું હતું કે, રામાયણ કથા ભવસાગર પાર ઉતારી દે છે અને ગ્રંથમાં અદભુત તાકાત છે. સવારે 9 થી 12 અને બપોરે 4 થી 7 કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.

કોડીનાર | કોડીનારમાં 14 એપ્રિલનાં ગંગદેવ પરિવારનાં કુળદેવી તુલજા દુર્ગા ભવાની માતાજીનો હવન યોજાશે. જેમાં બીડુ બપોરે 2:15 કલાકે હોમાશે. તેમજ સમુહ પ્રસાદી બપોરે 3 કલાકે ખોજા નાના શેરી ગોરધનબાપાનાં ડેલામાં રાખવામાં આવેલ છે.

શાપુર ખાતે રામનવમી તેમજ આંબેડકર જયંતિની ધામધુમપૂર્વક ઉજવણી કરાશે
જૂનાગઢ : શાપુર ખાતે આગામી તા.14 ના રોજ હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ રઘુવંશી સમાજ દ્વારા રામનવમીની ઉજવણી કરાશે. જેમાં વહેલી સવારે આકર્ષક ફ્લોટ્સ સાથે શોભાયાત્રા યોજાશે તેમજ શઘુવંશી સમાજ દ્વારા સવારે પુજા-આરતી તેમજ બપોરે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આજ દિવસે દલિત સમાજ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી કરાશે જેમાં બાબા આંબેડકર સાહેબની શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

જૂનાગઢ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સફળ ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
જૂનાગઢ : જૂનાગઢ ખાતે ચામડીના હઠીલા રોગો, કોસ્મેટીક સમસ્યાઓ, મેદસ્વીતા, ડાયાબીટીશ તથા હાઇબ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં 150 થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

જૂનાગઢ ખાતે અષ્ટમીના દિવસે ચંડિપાઠ ગરબાનું આયોજન
જૂનાગઢ : જૂનાગઢમાં વસંતભાઇ જોષીપરાના ઘરે આગામી તા.13 ને અષ્ટમીના રોજ સાંજે 5:30 થી 7:30 કલાક દરમિયાન ચંડિપાઠનાં તેર કવચ ગરબાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા સર્વે માઇભક્તોને અનુરોધ કરાયો છે.

જૂનાગઢમાં તા.15નાં રોજ હાડકામાં કેલ્શિયમની વિનામુલ્યે તપાસ કરાશે
જૂનાગઢ : જૂનાગઢ ત્રિમુર્તિ હોસ્પિટલ ખાતે આગામી તા.15 નાં રોજ સવારે 10 થી બપોરે 2 કલાક દરમિયાન હાડકામાં કેલ્શિયમની મફત તપાસ માટેનો કેમ્પ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે મફત તપાસ માત્ર 100 દર્દીઓની જ કરવામાં આવશે. ત્યારે વહેલામાં પહેલાના ધોરણે ભાગ લેવા અનુરોધ કરાયો છે.

જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ ખાતે રણછોડદાસજી બાપુ ચેરી.હોસ્પિટલના સહયોગથી ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન-ત્રિમુર્તિ હોસ્પિટલ ખાતે આગામી તા.16 નાં રોજ સવારે 9:30 થી 12 કલાક દરમિયાન નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું છે. જે જરૂરીયાતમંદ દર્દીઓને ઓપરેશન કરવાનુ થશે તેમને રાજકોટ ખાતે લઇ જવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...