તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસાયણીક તત્વોની માનવ જીવન પર અસર અંગે ગોવાહાટી ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રસાયણીક તત્વોની માનવ જીવન પર અસર અંગે ગોવાહાટી ખાતે યોજાયેલ નેશનલ કક્ષાના સેમિનારમાં જૂનાગઢની છાત્રાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી પોતાનું, શાળાનું,પરિવારનું, જૂનાગઢનું તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અંગે જૂનાગઢ સ્થિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર પ્રતાપ ઓરાએ જણાવ્યું હતું કે,ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકોનોલોજી દ્વારા સ્થાપિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રસાયણ તત્વોની માનવ જીવન પર અસર અંગેના આ જિલ્લા કક્ષાના સેમિનારમાં એકલવ્ય પબ્લીક સ્કૂલની છાત્રા એન્જલ એસ. કાછળીયા પ્રથમ નંબરે અને બીજા નંબરે કેશોદની વી.એસ. પબ્લીક સ્કૂલની છાત્રા ટિશા કે. રાખોલીયા વિજેતા બની હતી. બાદમાં બન્ને છાત્રાએ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સેમિનારમાં પણ ભાગ લઇ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધીત્વ કર્યું હતું. દરમિયાન રાજ્યકક્ષાના સેમિનારમાં એન્જલ કાછળીયા પ્રથમ નંબરે વિજેતા બની હતી. બાદમાં ગુવાહાટી આસામ ખાતે નેશનલ લેવલનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી વિજેતા બનેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર એન્જલ કાછળીયાએ ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું હતું જે બદલ એન્જલ કાછળીયા નેશનલ લેવલે બીજા ક્રમે વિજેતા બની હતી. આ ઝળહળતી સિદ્ધિ મેળવી તેમણે પોતાનું, પોતાના પરિવારનું, શાળાનું, જિલ્લાનું તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...