તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજની ક્રાંતિમાં અગ્રેસર મહિલાઓનું ગ્લોબલ સંઘ મિત્રા પુરસ્કારથી સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મધુરમના રાજરત્ન ભવન ખાતે મહિલા સશક્તિકરણ સંઘ નાગપુર દ્વારા ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ વુમન કોન્ફરન્સ યોજાઇ હતી. આ તકે છત્તીસગઢના નંદકુમાર બધેલ, ભદંત આનંદ, ડો. કૌશલ પવાર, શો શાંદર વિયેતનામ,ભદંત ડો. ચંદ્રકિર્તિજી દિક્ષાભૂમિ નાગપુર વગેરેની ઉપસ્થિતી રહી હતી. આ સંમેલનમાં નાગપુરની મહિલા સશક્તિકરણ સંઘની બહેનોએ વિશ્વ શાંતિ માટે બૌદ્ધિસ્ટ મહિલાઓનું યોગદાન અંગે સંશોધન પત્ર રજૂ કર્યા હતા. જ્યારે મહિલાઓની સ્થિતીમાં થયેલો સુધાર ડો. આંબેડકરના કારણે હોવાનું જણાવ્યું હતું. જ્યારે મહિલાઓને આઝાદી અપાવનાર મહાત્મા ફૂલે, સાવિત્રીબાઇ ફૂલે, રમાબાઇ આંબેકડર વગેરેને યાદ કર્યા હતા. દરમિયાન સમાજ ક્રાંતિમાં અગ્રેસર મહિલાઓનું મહિલા સશક્તિકરણ સંઘ દ્વારા ગ્લોબલ સંઘમિત્રા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મધુબેન સોલંકી, હેમંતભાઇ પરમાર અને કરૂણા મંડળને એવોર્ડ અપાયા હતા. કાર્યક્રમનું આયોજન હેમંતભાઇ પરમાર અને વિનયભાઇ સોલંકીઅે કર્યું હતું.

મધુરમના રાજરત્ન ભવનમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ વુમન કોન્ફરન્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો