ગાયત્રી શક્તિપીઠમાં સરોજબેન ભટ્ટ યજ્ઞમાં આચાર્ય તરીકે ફરજ બજાવશે
જૂનાગઢ : જૂનાગઢ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાનાર દસ દિવસીય ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનમાં યજ્ઞનાં આચાર્ય તરીકે સરોજબેન ભટ્ટ દશ દિવસ ફરજ બજાવશે. આ યજ્ઞમાં દેશનું રક્ષણ કરનાર જવાનોની રક્ષા અને ફરજ બજાવતા શહિદ થયેલ જવાનો માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારે યજ્ઞમાં જોડાવા અને યજમાન પદે બેસવા ગાયત્રી શક્તિપીઠનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.