તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓઝત નદીમાંથી ગે.કા. રેતી ખનન કરતા 5 ટ્રેકટર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓઝત નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ એસઓજીએ રેતી ભરેલા પાંચ ટ્રેકટર પકડી પાડ્યા હતા જોકે જૂનાગઢ ખનીજ વિભાગ દ્વારા ભુમાફિયાઓને પકડવામાં આવતા નથી. તંત્ર આખુ નિંદ્રાધીન હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લામાં મોટાપાયે ગે.કા. રેતી ખનન થઇ રહી છે ત્યારે રેત ખનન કરતા શખ્સોને ઝડપી લેવા આઇજી સુભાષ ત્રિવેદી તથા એસપી સૌરભ સિંઘની સુચનાથી એસઓજી પીઆઇ જે.એમ.વાળા, મહેન્દ્ર કુવાડીયા, વિક્રમ ચાવડા, પુંજા ભારાઇ, સામત બારીયા, મહેન્દ્રભાઇ દાનાભાઇ, મજીદખાન પઠાણ, અનિરૂદ્ધસિંહ વાંક સહિતના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે. વંથલી તાલુકમાંથી પસાર થતી ઓઝત નદીમાંથી બેફામ ખનીજ ચોરી થઇ રહી છે ત્યારે એસઓજી સ્ટાફે ઓઝત નદીમાં રેઇડ કરી રેતીનું ખનન કરતા પાંચ ટ્રેકટરોને ઝડપી લીધા હતા આ અંગે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...