તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર ગામેથી 20.94 લાખના દારૂ સાથે 3 રાજસ્થાની ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનથી મોટા પ્રમાણમાં જૂનાગઢ દારૂ આવતો હોવાનું સામે આવી રહ્યું છે. વિજાપુર ગામના ચોકમાં પડેલ સિમેન્ટના ટેન્કરમાંથી 20.94 લાખ રૂપિયાનો દારૂ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ઝડપી લઇ ત્રણ અારોપીને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મોકલનાર સહિત કુલ 5ના નામ પણ ખુલ્યા છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હોવાથી દરોડા પાડતા વિજાપુર ગામના ચોકમાં આવેલ જગ્યામાં સિમેન્ટનું ટેન્કર પડ્યું હતું. જેમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી માંગીલાલ તેજારામ બિશ્ર્નોઇ, અશોક બલવંતરામ પવાર અને નિમેષ રાજુ ચૌહાણને ઝડપી લીધા હતા અને પુછપરછ કરતા આ દારૂનું ટેન્કર હરિયાણા રોહતક પાસે ખરખોદાથી 6 કિ.મી. દુર એચ.પી. પમ્પ પાસે આવેલ હોટલ પરથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ખારા ગામે રહેતા કાલુરામ ગોકલારામ બિશ્નોઇએ મોકલ્યો હતો. ટેન્કરમાંથી બોટલ નંગ-5982 જેની કિંમત રૂપિયા 20,94,600 તેમજ ટેન્કર, સહિત કુલ રૂ.31,12,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જૂનાગઢનો ભરત કાઠી પણ આ કેસમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો