તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાંથી 1.280 કિલોના ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના મજેવડી ગેઇટ નજીક શંકાસ્પદ બે શખ્સો પાસે નસીલા પદાર્થ હોવાની બાતમીના આધારે પોલીસે બંનેની અટક કરી હતી. તપાસ કરતા બંને શખ્સ પાસેથી 1.280 કિ.ગ્રા.નો કિંમત રૂ.12,800 નો ગાંજો મળી આવ્યો હતો. આ શખ્સો ગાંજાનું છુટક વેંચાણ કરતા હતાં.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ એસઓજી પીઆઇ એન.બી.બારોટને બાતમી મળી હતી કે, મજેવડી દરવાજા પાસે શંકાસ્પદ બે શખ્સો ઉભા છે અને તેમની પાસે નસીલો પદાર્થ છે. જેના પગલે એસપી સૌરભ સિંઘની સુચનાથી એસઓજીની ટીમ મજેવડી દરવાજે પહોંચી ગઇ હતી. અહિં ઉભેલા હાફીઝ રફિકભાઇ સોલંકી(ઉ.વ.25), રમેશ કેવડામલ ગુલવાણી(ઉ.વ.42)ની પુછપરછ કરી હતી અને તેમની પાસે રહેલ થેલી ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની ટીમ બોલાવી કિંમત રૂ.12,800 નો 1.280 કિ.ગ્રા. ગાંજો કબજે કર્યો હતો. તેમની પુછપરછ કરતા તેમણે કહ્યુ હતું કે, સુરત રેલવે પુલની નીચેથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી રૂ.6,500 નો ગાંજો ખરીદ્યો હતો અને અહિં છુટક વેંચાણ કરતા હતાં. પોલીસે બંને શખ્સની અટક કરી રૂ. 32,130 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો