તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ દર્શનાલય મ્યુઝીયમની મુલાકાત લેતા ચાર કુલપતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે ખેડૂતોના હિતાર્થે કૃષિ દર્શનાલય મ્યુઝીયમ ચાલુ કરવામા આવ્યુ છે. તાજેતરમા આ અધ્યતન મ્યુઝીયમની ગુજરાતની ચારેય કૃષિ યુનિ.ના કુલપતિ ડો.એ.આર.પાઠક, સરદાર કૃષિનગર દાંતીવાડાના કૂલપતિ ડો.અશોક પટેલ, આણંદ કૃષિ યુનિ.ના કૂલપતિ ડો.એન.સી.પટેલ, નવસારી કૃષિ યુનિ.ના કૂલપતિ ડો.સી.જે.ડાંગરીયા દ્વારા મુલાકાત લેવામા આવી હતી. આ પ્રસંગે કૃષિ દર્શનાલય મ્યુઝીયમમા રાખેલ કૃષિ બાગાયત, પશુપાલન, કૃષિ ઇજનેરી, મત્સ્ય પાલન જેવા જીવંત નમુનાઓ, ચાર્ટ, મોડેલ અને અધ્યતન ટેકનોલોજી કિયોસ્ક દ્વારા ખેડૂત-મુલાકાતીઓ કૃષિ વિષયક માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તેવી વ્યવસ્થા કરવા બદલ જૂ.કૃ.યુનિ.ના કૂલપતિ અને વિસ્તરણ નિયામક ડો.પી.વી.પટેલને બિરદાવ્યા હતા. આ તકે કૃષિ યુનિ.ના ડો.આર.કે.માથુકિયા તેમજ ડો.એ.એમ.પોલરા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...