જૂનાગઢ કૃષિ યુનિ.માં વિદ્યાર્થીઓને મધમાખી ઉછેરની પાંચ દિવસિય તાલીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કિટક શાસ્ત્ર વિભાગ ખાતે વર્લ્ડ બેંકની સહાયથી આઇસીએઆર, ન્યુ દિલ્હી તેમજ કૃષિ યુનિ.ના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના અંતર્ગત બીએસસી(હોનર્સ) એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચરના 35 વિદ્યાર્થીઓ આગામી તા.15 ફેબ્રુઆરી સુધી મધમાખી ઉછેરની તાલીમ મેળવશે. કૂલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના ભાગરૂપે અતિથીવ્યાખ્યાનો, જાણીતા અધ્યાપકો, વિષય નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બીએસસી એગ્રી અને બીએસસી હોર્ટીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મધમાખી પાલન અંગે વ્યાવસાયીક અને તકનીકી કુશળતા પ્રદાન કરવાનો છે. તાલીમમાં ગુજરાત રાજ્યમાંથી સફળ ઉદ્યમીઓ તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા પ્રત્યક્ષ તાલીમ મેળવી વિદ્યાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. આમ, ભાવી પ્રશિક્ષિત યુવાનોને સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી ઉપક્રમોમાં નોકરી મેળવવાના બદલે સ્વરોજગાર કરવાની પ્રેરણા મળશે. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે ડો.પ્રમોદ મોહનોત, ડો.એમ.એ.વાડોદરીયા, ડો.એમ.એફ.આચાર્ય, ડો.ડી.એમ.જેઠવા સહિત વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

35 છાત્રોએ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ પ્રત્યક્ષ તાલીમ મેળવી, પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે

અન્ય સમાચારો પણ છે...