તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GIDC 2 માં આગ, 4 કલાકમાં 80 હજાર લિટર પાણીથી કાબુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના જીઆઇડીસી 2માં ખુલ્લા મેદાનમાં રહેલા કચરાના ઢગલામાં બપોરના સમયે ભયાનક આગ ફાટી નિકળી હતી. જોકે, આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે તુરત સ્થળ પર દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરના જીઆઇડીસી 2માં આવેલ ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગ પડેલા છે. શનિવારે બપોરના સમયે આ કચરાના ઢગલામાં અચાનક ભયાનક આગ ફાટી નિકળી હતી. આગના કારણે આકાશમાં 2 કિમી દુર સુધી ધૂમાડાના ગોટા ચડ્યા હતા. આ અંગેની જાણ થતા ફાયર ટીમ દોડી આવી હતી. દરમિયાન ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 4 કલાક સુધીમાં અંદાજીત 80,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે. પ્રાથમિક તારણ મુજબ કોઇએ સળગતો કચરો નાંખ્યો હોય, ભંગાર વાળાએ કચરો સળગાવ્યો હોય તેના કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે.

2 કિમી દુર સુધી આકાશમાં ધૂમાડાના ગોટા નજરે પડ્યા


આગ કાબુમાં ન આવત તો ગેસ ગોડાઉન લપેટમાં આવી જાત

_photocaption_ફાયર ફાઇટર કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા. તસવીર - ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો