તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસનાં આરોપી સ્વામીને શોધવા જૂનાગઢ પોલીસનો વડીયામાં ધરમનો ધક્કો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જુનાગઢની એક પરિણિતાને પતિ સાથે સમાધાન કરાવવા મુદ્દે વડીયા સ્વામીનારાયણ મંદિરના આનંદ સ્વામીએ મહિલાને છરી બતાવી કારમા દુષ્કર્મ આચર્યુ હોવાના કેસમા આજે જુનાગઢ પોલીસ સ્વામીની શોધખોળ માટે વડીયા ખાતે દોડી આવી હતી. જો કે અહી પોલીસને ધરમનો ધક્કો થયો હતો. આ ઉપરાંત સ્વામીની મદદગારીમા ગોંડલના શ્યામસુંદર સ્વામીની પણ મદદગારી હોય પોલીસ ગોંડલ પણ દોડી ગઇ હતી.

વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી અને ગોંડલના શ્યામસુંદર સ્વામી પર જૂનાગઢ સી-ડીવીજન પોલીસ મથક ખાતે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામીએ દુષ્કર્મ ગુજાર્યુ છે. અને છરી પણ બતાવેલ છે. આ સાથે મદદગારીમા ગોંડલના શ્યામસુંદર સ્વામી પણ સાથે હતા. ત્યારે આ દુષ્કર્મની તપાસ અને બંને સ્વામીઓને શોધવા જૂનાગઢ સી ડિવિઝનના પીએસઆઇ પી.બી.લકકડ અને તેમની ટીમ આજરોજ પ્રથમ ગોંડલ ખાતે શ્યામસુંદર સ્વામીની ધડપકડ કરવા માટે ગયેલ અને બાદમાં વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે જૂનાગઢ પોલીસ આનંદ સ્વામી કયાં છે ? તેવી તપાસ અને તજવીજ કરેલ પરંતુ બંને આજદિન સુધી પોલીસ પકડની બહાર છે.

બંને હજુ ફરાર છે- પીએસઆઇ
જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયા નોંધાવતા પીએસઆઇ પી.બી.લક્કડ તપાસ ચલાવી રહ્યા છે અને સ્વામી આનંદ સ્વરૂપદાસજી અને ડ્રાઇવરની શોધખોળ આદરી છે જેમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના સીટીમાં પોલીસે બન્નેની શોધખોળ કરી છે પરંતુ હજુ સુધી ભાળ મળી નથી ત્યારે સ્વામી અને ડ્રાઇવર સૌરાષ્ટ્રની બહાર હોવાનું પોલીસે જણાવ્યું હતું અને અન્ય જિલ્લામાં શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો