તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરા તાપમાં ગામડેથી આવતા લોકોને આવકના દાખલા માટે ખવડાવતા ધક્કા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
40 ડિગ્રી ગરમીમાં ગામડેથી આવતા લોકોને આવકના દાખલા માટે ધક્કા ખવડાવવામાં આવતા હોય લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

આ મામલે જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ખેડૂત સમાજ, ગુજરાતના જૂનાગઢ જીલ્લાના મહંમદ સિડાએ જણાવ્યું છે કે,સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રની ડાંડાઇના કારણે આ યોજનાના અમલીકરણમાં વિલંબ થાય છે. આવી જ એક યોજના એટલે આરટીઇ. રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત ગરીબ માં બાપના બાળકો પણ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે છે.

હાલમાં આરટીઇની પ્રવેશ પ્રક્રિયા શરૂ હોય અનેક માં બાપો પોતાના બાળકોને આરટીઇ અંતર્ગત પ્રવેશ અપાવવા મહેનત કરી રહ્યા છે. આ માટે આવકના દાખલા રજૂ કરવાના હોય છે. જોકે જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે ગામડેથી આવતા ખેડૂતો અને ખેત મજૂરોને આવકના દાખલા માટે 4 -4 દિવસના ધક્કા ખવડાવવામાં આવે છે. પરિણામે 40 ડિગ્રી ગરમીમાં પોતાની મજૂરી પાડી, બસ ભાડા ખર્ચી આવતા ખેડૂતો, ખેતમજૂરોને ધક્કા થતા હોય સત્વરે આવકના દાખલા મળી રહે તેવી વ્યવસ્થા કરાવી અપાવા મહંમદ સીડાએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને આવેદન દ્વારા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...