તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રી સાથે શરીરસુખ માણનાર શખ્સને બ્લેકમેઇલ કરતાં પિતાની હત્યા થઇ\'તી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામે 4 દિવસ પહેલાં રાત્રે કોઇએ એક આધેડની હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. બનાવમાં પુત્રી સાથે શરીર સંબંધ ધરાવતા શખ્સને બ્લેકમેઇલ કરતો હોવાને લીધે આ બનાવ બન્યાની કબુલાત આરોપીએ કરી છે. વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામે ગત તા. 22 ફેબ્રુઆરીની રાત્રે 11 થી તા. 23 નાં બપોરે 1:30 વાગ્યા દરમ્યાન ગામનાં મનસુખભાઇ સવજીભાઇ રાખોલીયાની કોઇએ તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ બનાવનાં આરોપીઓને ઝડપી લેવા એલસીબી અને એસઓજીએ તપાસનો દોર સંભાળ્યો હતો. જેમાં બનાવનાં સ્થળની વીઝીટ, આસપાસનાં સ્થળોનાં સીસી ટિવી ફૂટેજ અને ટેક્નિકલ સેલની મદદથી હેડ કોન્સટેબલ એચ. વી. પરમાર અને કોન્સટેબલ સાહીલ સમાએ સાખડાવદરના યોગેશ નાથાભાઇ સતાશીયા (ઉ. 34)ને નાની મોણપરીમાંથીજ ઉપાડ્યો હતો. તેને જૂનાગઢ એલસીબી કચેરીએ લાવી આગવી ઢબે સરભરા કરતાં તે ભાંગી પડ્યો હતો. અને પોતાનો ગુનો કબુલી લીધો હતો. તેણે પોલીસને એવી કેફિયત આપી હતી કે, પોતાને મરનારની પુત્રી સાથે શરીર સંબંધ હતો. આથી તે અવારનવાર પોતાને બ્લેકમેઇલ કરતો હતો. આથી પોતે મોકો જોઇને તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે તેને વિસાવદર પોલીસને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો