તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદરના ચાંપરડા ગામમાં જાહેરમાં જુગાર રમતા 9 શકુનીઓને ઝડપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસાવદરના ચાંપરડા ગામમાં જાહેરમાં જુગાર રમતા 9 શકુનીઓને ઝડપી લઇ 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા અંગેનો ગુનો દાખલ કરેલ છે. આઇજીપી સુભાષ ત્રિવેદી તેમજ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અન્વયે પ્રોહિબિશન, જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદરના પીઆઇ કે.કે. ઝાલા, પીએસઆઇ એસ.કે. માલમ, સ્ટાફના એએસઆઇ આર.બી. દેવમુરારી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.પી. મેતા, પોલીસ કોન્સ્ટેબલ રણવિરસિંહ, પુનાભાઇ, નિલેશભાઇ વગેરેએ વિસાવદરના ચાંપરડા ગામે જાહેરમાં જુગાર અંગે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રકાશભાઇ દવે, ભીખુભાઇ દુધાત, વજુભાઇ હિરપરા, રાતીભાઇ ચારોળીયા, સગુણભાઇ રાખોલીયા, ભાવેશભાઇ પાધડા, માથુરભાઇ રાખોલીયા, હરેશભાઇ વાણીયા અને વજુભાઇ પટોળીયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇ રોકડા 35,140, બાઇકનંગ - 6 કિંમત રૂપિયા 90,000 મળી કુલ 1,25,140નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે તમામ જુગારીઓ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ આર.બી. દેવમુરારીએ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીઆઇ કે.કે.ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...