તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ યુનિ.માં ખેડુતોને યુ ટ્યુબ લાઇવથી માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને આત્મા પ્રોજેકટ દ્વારા ધાણા, જીરૂ સહિતના પાકોના માર્ગદર્શન અંગે યુ ટ્યુબ લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.એ.આર.પાઠક, સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટિયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલ, આઇ ટી સેલના ડાયરેક્ટર કે.સી.પટેલ, ડો.કે.બી.અસોદારીયા અને એ.કાવઠીયા દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ લાઇવ કાર્યક્રમનું સંચાલન પ્રો.વી.એમ.ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા માટે રિલાયન્સ ફાઉન્ડેશના હરેશભાઇ ગજેરા, દિલીપભાઇ મકાણી, કૃણાલ પટેલ, અસ્લમ જુનેજા, આત્મા પ્રોજેકટના ડો.હાર્દિક લાખાણી અને જયદીપ પટોળીયાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...