ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અત્યંત રાહત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અત્યંત રાહત દરે અનાજ આપવામાં આવે છે. આ માટે કેટલાક નિતી નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે બીપીએલ તેમજ એપીએલના કાર્ડ હોવા જરૂરી છે. આવા કાર્ડ ખરેખર ઓછી આવક વાળા તેમજ અત્યંત જરૂરિયાતમંદ લોકોને મળવા જોઇએ જેથી તે સરકારની યોજનાનો યોગ્ય રીતે લાભ ઉઠાવી શકે. ખાસ કરીને નેશનલ ફૂડ સિકયુરિટી એકટ હેઠળ ગરીબોને રાહતદરે અનાજ પુરૂં પાડવાનો સરકારનો પ્રયાસ છે. જોકે તેમ છતાં કેટલાય અમીર લોકોએ પણ ગોલમાલ કરી સરકાર દ્વારા ગરીબોને સસ્તામાં અપાતું અનાજ મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. દરમિયાન આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આવાતો અનેક કાર્ડ ધારકો છે જેમણે કાર્ડ મેળવી લીધા બાદ 6 મહિના કરતા વધુ સમય પછી પણ અનાજનો કોઇ જથ્થો ઉપાડ્યો જ નથી! આ બાબત સામે આવતા આવા 1100થી વધુ એપીઅેલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોની રાષ્ટ્રિય અન્ન સુરક્ષા યોજનાની યાદીમાંથી બાદબાકી કરી નાંખવામાં આવી છે. હવે આવા 1100 જેટલા રદ થયેલા નામોના સ્થાને ખરેખર જે લાભાર્થી છે તેનો સમાવેશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...