તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશાેદનાં બામણાસાથી આખા સુધીનાે રસ્તાે અતિ બિસ્માર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના બામણાસા તેમજ આસપાસના ગામના લાેકાેને જૂનાગઢ જવા વાયા આખા થઇ ટીનમસવાળાે રસ્તાે એકદમ ટુંકાે અને સરળ રહે છે. ઉપરાંત ચાેમાસામાં કેશાેદ આવવા જવા વાયા મંગલપુરનાે રસ્તાે વધારે અનુકુળ રહે છે. પરંતુ તંત્રની બેકાળજીથી છેલ્લા 10 વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે. 4 વર્ષ પહેલા પુલ બનાવાયા પરંતુ લેવલ ન રખાતા વાહનોને ચઢવુ ઉતરવું પણ અતિ કઠીન છે. આ કામ માટે જિલ્લા પંચાયતે મંજુરી પણ આપી દીધી છે. પરંતુ હજુ સુધી 7 કિમીનાં નવા રોડનું કામ શરૂ કરાયું ન હોય લોકોમાં નારાજગી પ્રસરી છે. બામણાસા ગામના સરપંચ પુત્ર ભકાભાઇ નંદાણિયાએ કહ્યું કે જૂનાગઢ જવા માટે આ રસ્તાે એકદમ નજીક પડે છે પરંતુ ખરાબ હાેવાથી અન્ય લાંબા રસ્તે જવું પડે છે જેથી રસ્તાે ઝડપથી બને તેવી માંગ છે. જિલ્લા પંચાયતનાં પુર્વ બાંધકામ સમિતી ચેરમેન મનિષભાઇ નંદાણિયાએ જણાવ્યું કે મારા કાર્યકાળ દરમિયાન આ રસ્તાનું કામ મંજુર કરેલ છે તેમ છતાં સરકારી તંત્રની બેદરકારીના હિસાબે કામ થયું નથી.

રેકર્ડ આધારીત વાત કરીશ : કાર્યપાલક ઇજનેર
આ રસ્તાનાં કામ બાબતે જિલ્લા પંચાયતનાં કાર્યપાલક ઇજનેર એલ.વી. બારીયાનો સંપર્ક કરાતાં આ બાબતે રેકર્ડ આધારીત વાત કરીશ. હાલ તો હું બહારગામ છું એવો જવાબ આપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...