તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવીલ જ્જની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની તારીખ લંબાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય વડી અદાલત દ્વારા લેવાનારી સિવીલ જ્જની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની તારીખ લંબાવવા જૂનાગઢ બાર એસો.ને માંગ કરી છે. વડી અદાલતના રજીસ્ટ્રારને પાઠવેલા પત્રમાં બાર એસો.ના જોઇન્ટ સેક્રેટરી યોગેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે કે સિવીલ જ્જની જગ્યા માટેની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 1 માર્ચ છે. આ ફોર્મ ભરતી વેળા એડવોકેટના સનદ નંબર, તારીખ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની પરીક્ષા પાસ કર્યાની તારીખ લખવી ફરજીયાત છે. બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલ સનદની પરીક્ષાનું પરીણામ હજુ સુધી જાહેર કરાયું નથી. સનદના પરીણામના અભાવે એડવોકેટો સિવીલ જ્જની પરીક્ષાનું ઉમેદવારી ફોર્મ ભરી શકતા નથી. તારીખ લંબાવવામાં નહી આવે તો અનેક એડવોકેટો સિવીલ જજની પરીક્ષામાં ભાગ નહી લઇ શકે અને જ્જ નહી બની શકે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનું સનદ અંગે પરિણામ આવ્યા સુધી જ્જની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ લંબાવવા યોગેન્દ્રસિંહ ઠાકોરે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો