પરશુરામ ફાઉન્ડેશન દ્વારા એક્ઝિબીશનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઇન શોપીંગના યુગમાં અને તેના વધતા વ્યાપ સામે સૌના આર્થિક લાભાર્થે વ્યાપાર અને જાહેરાતને વધુ વેગ આપવા એજી સ્કૂલના મેદાન ખાતે સૌ પ્રથમ વખત એક્ઝીબીશનનું આયોજન કરાયું હોવાનું પરશુરામ ફાઉન્ડેશનના સ્થાપક શૈલેષભાઇ દવેએ જણાવ્યું હતું. આ સ્થળે બિલ્ડર્સ, એજ્યુકેશન, ઓટોમોબાઇલ, હોમ એમ્પ્લાયન્સીસ, હોમ ડેકોર, ફર્નિચર, બેંક, ઇન્સ્યોરન્સ, ગારમેન્ટ્સ, કોસ્મેટીક્સ, ફુડ પ્રોડક્શન અને ફુડ સ્કૂલટ, લક્કી ડ્રો અને મનોરંજન સહિતનું ઘણુ બધુ મળી રહેશે. આ એક્ઝીબીશનના ભાગરૂપે વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલની ફાળવણી હાથ ધરવામાં આવી છે. ફાયરની સગવડ સાથે ઇમરજન્સી એક્ઝીટ ગેઇટ, સીક્યોરીટી સાથે આ એક્ઝીબીશનમાં તમામને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. વધુ માહિતી માટે અમીશી ગાંધી, માલતીબેન મહેતા, દક્ષાબેન જોષી, નિલમબેન ઠાકર, મહેશભાઇ જોષી, વિશાલભાઇ ગાંધીનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...