તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ બાયપાસના ખાડા બૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખરે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ બાયપાસના ખાડા બૂરી લેવલીંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, ઝાંઝરડા ચોકડીથી વાડલા ફાટક સુધીના બાયપાસમાં મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે અનેક અકસ્માતો પણ બન્યા છે. દરમિયાન નવરાત્રી પર્વને લઇ અનેક ગરબીના આયોજનો આ રોડ નજીક આવેલા પાર્ટી પ્લોટોમાં થવાના હોય અકસ્માત થવાની સંભાવના વધી ગઇ હતી. ત્યારે નવરાત્રી પહેલા બાયપાસ રિપેર નહી થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ખેડૂત હિત રક્ષક સમિતીએ ચિમકી ઉચ્ચારી હતી. બાદમાં તંત્ર દોડતું થયું છે અને જેસીબી વડે ખાડા બૂરી લેવલીંગ કરવાની કામગીરી શરૂ કરી છે. આથી ખાસ કરીને નવરાત્રી દરમિયાન અકસ્માતો થવાની સંભાવના ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...