તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં રહેણાંક માટેની બાંધકામની મંજૂરી મળી હોવા છતાં આ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં રહેણાંક માટેની બાંધકામની મંજૂરી મળી હોવા છતાં આ સ્થળે કોમર્શિયલ કનેકશન આપનાર પીજીવીસીએલના 3 ઇજનેરો સામે એસીબીમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે અેસીબીને આપેલી ફરિયાદમાં જીજ્ઞેશભાઇ પંડયાએ જણાવ્યું છે કે,પીજીવીસીએલ કચેરી તેમજ તેમના સબ ડીવીઝનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. પૈસા ન આપનારને હેરાન કરવામાં આવે છે જયારે પૈસા આપનારને માગે તેવા કનેકશન અાપી દેવામાં આવે છે. દરિમયાન શહેરના નહેરૂ પાર્કમાં આવેલ હોસ્પિટલનું કોમર્શિયલ બાંધકામ રહેણાંકની મંજૂરીમાં કરવામાં આવ્યું છે. વળી આ માટે દસ્તાવેજ પણ રહેણાંકના આપ્યા હોવા છતાં તેમને પીજીવીસીએલનું કોમર્શિયલ કનેકશન આપી દેવામાં આવ્યું છે. રહેણાંકની મંજૂરી વાળા બાંધકામમાં કોમર્શિયલ કનેકશન મળવા પાત્ર નથી છતાં ઇજનેર વસાવા, ડેપ્યુટી ઇજનેર રાઠોડ અને જુનિયર ઇજનેર જલુ દ્વારા કોમર્શીયલ કનેકશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ ત્રણેય અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમજ સત્તાનો દુરૂપયોગ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. ફરિયાદીએ આ બાબતે પીજીવીસીએલમાં મેઈલ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...