તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યાના વર્ષો પછી પણ શહેરમાં અનેક વિસ્તારોમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યાના વર્ષો પછી પણ શહેરમાં અનેક વિસ્તારોમાં હજુ મનપા પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડી શકયું નથી જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુવિધાને લઇને મતદાન બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે. શહેરના જોષીપરા વિસ્તારની કૈલાસ પાર્ક સોસાયટી અને આદિત્યનગર -1 ના લોકોએ મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રોડની સુવિધા નથી તેમજ પીવાના પાણીની પણ સમસ્યા છે. આ અંગે મનપામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ અકળ કારણોસર કામગીરી કરવામાં આવતી નથી. રોડ અને પાણીના અભાવે સ્થાનિક 2000થી વધુ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વિસ્તારના લોકો નિયમીત રીતે મનપાના તમામ ટેક્ષ ભરપાઇ કરે છે છતાં પ્રાથમિક સુવિધા આપવામાં વ્હાલા દવલાની નિતી રાખવામાં આવે છે. ત્યારે સીસીરોડ અને પાણીની સમસ્યાની અનેક વખત રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકો મતદાનનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...