તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20 વર્ષ પછી પણ મોતીબાગના વેપારીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મોતીબાગ વિસ્તારના 35 થી વધુ વેપારીઓએ 20 વર્ષથી પ્રાથમિક સુવિધાના અભાવ મામલે મનપામાં રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે. આ અંગે મોતીબાગ ચોક વેપારી મંડળના વેપારીઓએ મનપા ખાતે આવી નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરપાલિકાથી લઇને મહાનગરપાલિકા સુધીના સમયગાળામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ટેક્ષ પણ નિયમિત ભરવામાં આવે છે પરંતુ 20 વર્ષ પછી પણ આ વિસ્તારમાં પુરૂષ અને મહિલા માટેના શૌચાલય બન્યા નથી. શૌચાલયના અભાવે વેપારીઓ તેમજ અન્ય લોકો જાહેરમાં ગંદકી કરવા મજબૂર બને છે. આવા સમયે મહિલાઓની સ્થિતી વધુ મુશ્કેલ અને ક્ષોભજનક બની રહે છે. આ ઉપરાંત ગટરની વ્યવસ્થા નથી જેથી ખાસ કરીને ચોમાસામાં ગોઠણ ડૂબ પાણી ભરાય છે. આ વર્ષો જૂની સમસ્યા છે જેનો હજુ નિકાલ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...