તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળામાં અકસ્માત અટકાવવા કર્મીઓને 13 સુચના આપી પાલન કરવા તાકીદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા બુધવારથી મેળા માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જોકે સેવાની શરૂઆત સાથે ડ્રાઇવર, કન્ડકટરને પત્ર આપવામાં આવ્યા છે અને અકસ્માત નિવારવા તેમાં દર્શાવેલ 13 સૂચનાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. ભવનાથ ખાતે 27 ફેબ્રુઆરીથી ગિરનાર શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.દરમિયાન ઇન્ચાર્જ ડીસી જી.અો. શાહ, ડીટીઓ એચ.એન. ખાંભલા,ડેપો મેનેજર વી.બી. ડાંગર તેમજ સ્ટાફની ઉપસ્થિતીમાં એસટી દ્વારા 50 મિની બસ શરૂ કરવામાં આવી છે. બસ સેવાની શરૂઆત સાથે વિભાગીય નિયામક દ્વારા કર્મીઓને પત્ર આપી અકસ્માત નિવારવા તેમાં જણાવેલ સૂચનાનું પાલન કરવા તાકીદ કરાઇ છે. ખાસ કરીને બસ ઉપાડતા પહેલા વેક્યુમ બ્રેક, સાઇડ ગ્લાસ ચેક કરવા,બસની આગળ અથવા નીચે બાળક કે મુસાફર નથીને ω તે ચેક કરવા, ડાબી સાઇડમાંથી પસાર થતા મોટર સાયકલ, રિક્ષાનું ધ્યાન રાખવા, દરવાજો બંધ કર્યા બાદ જ બસ ચાલુ કરવા, બસ રોકતી વખતે પાછળના વાહનું ધ્યાન રાખી પછી બસ રોકવા, ચાલુ બસે મોબાઇલ કે ઇયરફોનનો ઉપયોગ ન કરવા, આગળ જતા વાહનથી નિયમ મુજબનું અંતર રાખવા,ધુમ્રપાન, ઉજાગરા ન કરવા સહિતની સૂચના આપી તેનું પાલન કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો